લાગણી


લાગણી

લાગણીઓ દિલ માં ગરજે છે,
આંખોમાંથી આભ વરસે છે.

વાદળો હૈયા હિલોળે ને,
વીજળી નયનોમાં ચમકે છે.

વરસાની આ ઋતુમાં જો સખી,
પ્રેમરસ રિમઝિમ ટપકે છે.

૩-૧૨-૨૦૧૦

Advertisements

મનઝરૂખો


આંખમાં તોફાન જોયું છે ,
મનઝરૂખે ભાન ખોયું છે .

કલ્પના માં રાચતા કવિના,
હાલ જોઇ હૈયું રોયું છે .

દર્દને દિલ માં દબાવી ને ,
આંસુથી આકાશ ધોયું છે .

શાયરી માં નામ તારું ને ,
ધડકનોએ ચૈન ખોયું છે .

વેદનાઓ વલવલે તેથી ,
પ્રેમનું મેં બીજ બોયું છે .

૨૭-૫-૦૮

રાતરાણી


આરઝૂ છે એક સાથે જીવવાની,
જિંદગી માં પાસ પાસે રહેવાની .

શ્રાવણી વરસે છતાંયે પાંપણ આ ,
સાવ કોરી આંખ આજે રહેવાની .

આંખથી વરસાદ વરસે મસમોટો ,
આંસુમાં ડુબેલ આંખ જાણે રહેવાની .

શબ્દ ખોલી આવરણ બોલે કવિતા ,
આ ઘડીની વાટ તારે રહેવાની .

બે’ક ક્ષણ મારી ગણું છું તને ને ,
ઋતુ આવી સામ સામે રહેવાની .

રાતરાણી બાગમાં મ્હેંકી ઊઠી ,
ને સખી સુગંધી મારે રહેવાની .

૩૦-૭-૦૫

કાચના આયના


એટલું બસ યાદ છે છોડી ગયા ,
પ્રેમ મારો આજ તરછોડી ગયા .

વાત દિલ ની દિલ માં ધરબાઇ ગઇ ,
ને હવા માં સ્મરણો ઉડી ગયા .

ક્યાં હતી એવી ખબર ચાલ્યાં જશે ,
સાથ રહેવાનો ભરમ તોડી ગયા .

આંખ માં તારી હું દેખાઉં ને ,
કાચ ના આયના ફોડી ગયા .

૨૪-૪-૦૮

દિલના પડદા


હું નથી તો મારી અંદર બોલે તે કોણ છે ,
યાદ માં દિલ ના પડદા ખોલે તે કોણ છે ?

વાદળી જેવું ઝરમર વરસી ચારે બાજુ ને ,
મોરલા ની સાથે ઝૂમી ડોલે તે કોણ છે ?

હોય છે ફૂલો સાથે કાંટા આવી વૈભવી ,
લાગણી ને અંકુરો માં તોલે તે કોણ છે ?

એક ઝળહળ સાંજે છે ઢાક્યો સૂરજ વાદળે ,
લાલિમા સૂરજની જે ફોલે છે તે કોણ છે ?

ધૂધવે ભીતર ને ઓગાળે પથ્થર યાદ નો ,
બાણ થી વીધીને હૈયા છોલે છે તે કોણ છે ?

૭-૬-૦૮

અબોલ આંખચલો ગઝલ ગઝલ રમીએ ,
પછી નવી ગઝલ લખીએ .

કહો મિલન ની શાયરી ,
હ્રદય હરઘડી ભરીએ .

સખી અબોલ આંખમાં ,
ભરી અમી મુંગા રહીએ .

મળી ગયો સમય હવે ,
નસીબ ચલ મઝા કરીએ .

કરો ઉભું બહાનું ને ,
બન્ને સખા હસી પડીએ .

૭-૬-૦૮

રીમઝીમી વાછટોકોઇ બીજું એક ભીતર રીઝવે મારું ઘણું ,
રીમઝીમી વાછટો દિલ ભીજવે મારું ઘણું .

ઉંઘમાં સ્વ્પ્ન બની સળવળશું, તારી યાદના ,
સ્પર્શ નો દીવો બની મન ખીલવે મારું ઘણું .

દર્દ તો દિલ માં ભરીને હું છું બેઠી એકલી ,
સાથ આપે મિત્ર જીગર વીનવે મારું ઘણું .

હેત ઘેલી આમ તો જીવી ગઇ તારા વગર ,
કોલ તારો ચૈન હરપળ છીનવે મારું ઘણું .

વાટડું જોતી હું બેઠી આંગણે ઓરે બલમ ,
સ્મિત તારું હૈયું પળપળ ચીડવે મારું ઘણું .

૯-૦૫-૦૮

સંદેશો


કેટલું કહે છે અરીસો ક્યાં કદી સમજાય છે ,
હું મને જોવા મથું છું તું જ ત્યાં દેખાય છે .

આમ જુઓ તો બતાવું એક ઝળહળ સાંજ ને ,
આજ મારા આંગણા માં જીદગી હરખાય છે.

ઝાંઝવાના જળ અહી પીતા રહેજો શાંતિથી ,
સ્નેહ ના સંબંધ જીગર ચીરીને ઉભરાય છે .

હું ગઝલ લખવામાં મશગુલ એટલે છું રેશમી ,
આંખથી આખું જગત ક્યાં નખસિખી પરખાય છે .

એક સાંજ એ ય વાદળ થઇ સંદેશો આપશે ,
નામ પાછળ પ્રિયે લખતાં હાથ શરમાય છે .

૧-૫-૦૮

આતમા ને ધામ


આ જીવન માં એકધારું કંઇ નથી ,
આયના માં આજ મારું કંઇ નથી .

જે મળી સામે ક્ષણો ખોટી હતી ,
આમ જુઓ તો તમારું કંઇ નથી .

લાગણી ના વાયરા માં હું વહું ,
આ જગત માં મારું પ્યારું કંઇ નથી .

ભૂલવા ના ડોળ છે ચાલ્યાં કરે ,
આતમા ને ધામ સારું કંઇ નથી .

શ્વાસ ઉછીનો મળે છે ક્યાં હવે ,
વાંસળી સામે નગારું કંઇ નથી .
૯-૧૨-૦૮

ઝાંઝવાના જળ


તીર જેવી છે તારી બલમ ,
ને મને ઘેરી અસર તારી બલમ .

લાગણી કાજે અમે પીધા ઝહર ,
સાંજ લાવી છે ખબર તારી બલમ .

આજ મારી એક ઝાંખી પ્રાપ્તિની ,
આશમાં, ઝૂકી કમર તારી બલમ .

ઝાંઝવાના જળ અહી પીધા અમે ,
હ્રદયમાં ક્યાં છે? જીગર તારી બલમ .

એટલું બસ યાદ છે છોડી ગયા ,
છે દશા બૂરી વગર તારી બલમ .

૧-૪-૦૮