Category Archives: Uncategorized

ચૈન


કવિતાઓ આરામમાં છે ,છંદો બીજા કામમાં છે . માર ના ફાફા અહીં તહીં , શાંતિ ખુદા ધામમાં છે , શોધ ના દુનિયામાં સુકું ,ચૈન તારા ઠામમાં છે .૩૧/૫/૨૦૧૨“સખી” દર્શિતા બાબુભાઇ શાહ Advertisements

Continue reading

ઊડાન


આકાશ મારા હાથમાં છે , ઊડાન શ્વાસોશ્વાસમાં છે .   ડંખે હઠીલી જીદ આજે , હમરાઝ માગે બાથમાં છે .    તું સમજશે ક્યારે દિલની વાત ,    સુખ દુઃખ તારા સાથમાં છે .    ૧૬-૫-૨૦૧૨ 

Continue reading

આકાશ


આકાશ ક્યારે આકાશ મળશે મને , મારી તકદીર નડશે મને . દિવસો પણ ખુશીના આવશે , જ્યારે અનુભવ ઘડશે મને . મન સતત ગડમથલ કરતું રહે , પારકાનો પૈસો પચશે મને . કાવા દાવા તો ચાલ્યાં કરે , દુનિયાની રીતિ ભળશે મને , તન સુતું હોય ત્યારે સખી , જાગતો આત્મા લડશે મને . ૭-૫-૨૦૧૨ …

Continue reading

પ્રિયેની યાદમાં


જેમ હું તડપું પ્રિયેની યાદમાં , તેમ તું તડપે પ્રિયેની ચાહમાં . ક્યારે સંદેશો સજનનો આવશે , નયનો બિછાવીને બેસે રાહમાં . રાહ જોઈ થાકી છે આંખો સખી , દર્દ જુદાઇનું ટપકે સાદમાં . ઢોલની માફક ધબકતું દિલ મારું , પ્રેમનો પડઘો પડે છે નાદમાં. રાત આખી છે વિતાવી જાગીને , ચાંદ પૂરે સૂર મારી …

Continue reading

માણસ


કેવા કેવા માણસ છે. ઓલ્વાયેલા ફાનસ છે. તાકી તાકી જોતી રહે, આખો જાણે કાનસ છે. ગુમાવી ના બેસું કયાંક, હેયું તારું પારસ છે. જો જે લપસી ના પડ્તો, મયખાના માં આરસ છે. મૂકી ના દેશો પડ્તાં, જગ થી ડરતું માનસ છે. જીવનભર સાચવજે “સખી”, યાદો મારી વારસ છે. ભાગ્યના હાથે રમતું, જીવન લાગે ફારસ છે. …

Continue reading

સમય


વિચારો કરીને સમય જાય છે, ઘણી દૂર સુધી નજર જાય છે. નયનમાં નયન પુરોવી પ્રેમથી, નશામાં ડુબોડી સનમ જાય છે. સમયના ચક્ર્માં તણાઇ ખશી, જીવન જીવવાનો હરખ જાય છે. ૧૪-૩-૨૦૧૧

Continue reading

સંદેશો


કેટલું કહે છે અરીસો ક્યાં કદી સમજાય છે ,હું મને જોવા મથું છું તું જ ત્યાં દેખાય છે . આમ જુઓ તો બતાવું એક ઝળહળ સાંજ ને ,આજ મારા આંગણા માં જીદગી હરખાય છે. ઝાંઝવાના જળ અહી પીતા રહેજો શાંતિથી ,સ્નેહ ના સંબંધ જીગર ચીરીને ઉભરાય છે . હું ગઝલ લખવામાં મશગુલ એટલે છું રેશમી …

Continue reading

યાદો


તારી વાતો તારી વાતો તારી વાતો , દિલ ને ગમતી તારી વાતો તારી વાતો. તારી યાદો તારી યાદો તારી યાદો , મન માં રમતી તારી યાદો તારી યાદો . તારી આંખો તારી આંખો તારી આંખો , ઉંઘ માં ભમતી તારી આંખો તારી આંખો ૧૭-૪-૨૦૧૧.

Continue reading

નજીક


એ નજીક રહેતા હતાં ત્યારે નજીક ન્હોતાં , પ્રેમ ત્યારે પણ હતો જ્યારે નજીક ન્હોતાં . દૂર નજરો થી ગયા મજબૂરી માની લે , ન્હોતી મજબૂરી સખી ત્યારે નજીક ન્હોતાં . યાદ વિતતા હશે દિવસો તું શું જાણે , આંખો થી ઓઝલ ન થ્યાં જ્યારે નજીક ન્હોતાં . ૧૭-૪-૨૦૧૧.

Continue reading

નજર


વિચારો કરીને સમય જાય છે, ઘણી દૂર સુધી નજર જાય છે. નયનમાં નયન પુરોવી પ્રેમથી, નશામાં ડુબોડી સનમ જાય છે. સમયના ચક્ર્માં તણાઇ ખશી, જીવન જીવવાનો હરખ જાય છે.

Continue reading