ચૈન


કવિતાઓ આરામમાં છે ,
છંદો બીજા કામમાં છે .

માર ના ફાફા અહીં તહીં , 
શાંતિ ખુદા ધામમાં છે ,

શોધ ના દુનિયામાં સુકું ,
ચૈન તારા ઠામમાં છે .
૩૧/૫/૨૦૧૨
“સખી” દર્શિતા બાબુભાઇ શાહ

Advertisements

ઊડાન


આકાશ મારા હાથમાં છે ,

ઊડાન શ્વાસોશ્વાસમાં છે .

 

ડંખે હઠીલી જીદ આજે ,

હમરાઝ માગે બાથમાં છે . 

 

તું સમજશે ક્યારે દિલની વાત ,   

સુખ દુઃખ તારા સાથમાં છે .   

૧૬-૫-૨૦૧૨ 

આકાશ


આકાશ
ક્યારે આકાશ મળશે મને ,
મારી તકદીર નડશે મને .

દિવસો પણ ખુશીના આવશે ,
જ્યારે અનુભવ ઘડશે મને .

મન સતત ગડમથલ કરતું રહે ,
પારકાનો પૈસો પચશે મને .

કાવા દાવા તો ચાલ્યાં કરે ,
દુનિયાની રીતિ ભળશે મને ,

તન સુતું હોય ત્યારે સખી ,
જાગતો આત્મા લડશે મને .

૭-૫-૨૦૧૨

 


પ્રિયેની યાદમાં


જેમ હું તડપું પ્રિયેની યાદમાં ,
તેમ તું તડપે પ્રિયેની ચાહમાં .

ક્યારે સંદેશો સજનનો આવશે ,
નયનો બિછાવીને બેસે રાહમાં .

રાહ જોઈ થાકી છે આંખો સખી ,
દર્દ જુદાઇનું ટપકે સાદમાં .

ઢોલની માફક ધબકતું દિલ મારું ,
પ્રેમનો પડઘો પડે છે નાદમાં.

રાત આખી છે વિતાવી જાગીને ,
ચાંદ પૂરે સૂર મારી વાતમાં.

31-8-2010

માણસ


કેવા કેવા માણસ છે.
ઓલ્વાયેલા ફાનસ છે.

તાકી તાકી જોતી રહે,
આખો જાણે કાનસ છે.

ગુમાવી ના બેસું કયાંક,
હેયું તારું પારસ છે.

જો જે લપસી ના પડ્તો,
મયખાના માં આરસ છે.

મૂકી ના દેશો પડ્તાં,
જગ થી ડરતું માનસ છે.

જીવનભર સાચવજે “સખી”,
યાદો મારી વારસ છે.

ભાગ્યના હાથે રમતું,
જીવન લાગે ફારસ છે.

ધબકારા કાબુ માં નહીં,
દિલમાં શેની આતશ છે.

ડુબી ના જાઊં પકડો,
હાથો ને ચ્ડી આળસ છે.

સમય


વિચારો કરીને સમય જાય છે,
ઘણી દૂર સુધી નજર જાય છે.

નયનમાં નયન પુરોવી પ્રેમથી,
નશામાં ડુબોડી સનમ જાય છે.

સમયના ચક્ર્માં તણાઇ ખશી,
જીવન જીવવાનો હરખ જાય છે.

૧૪-૩-૨૦૧૧

સંદેશો


કેટલું કહે છે અરીસો ક્યાં કદી સમજાય છે ,
હું મને જોવા મથું છું તું જ ત્યાં દેખાય છે .

આમ જુઓ તો બતાવું એક ઝળહળ સાંજ ને ,
આજ મારા આંગણા માં જીદગી હરખાય છે.

ઝાંઝવાના જળ અહી પીતા રહેજો શાંતિથી ,
સ્નેહ ના સંબંધ જીગર ચીરીને ઉભરાય છે .

હું ગઝલ લખવામાં મશગુલ એટલે છું રેશમી ,
આંખથી આખું જગત ક્યાં નખસિખી પરખાય છે .

એક સાંજ એ ય વાદળ થઇ સંદેશો આપશે ,
નામ પાછળ પ્રિયે લખતાં હાથ શરમાય છે .

૧-૫-૦૮ 

“સખી” 
દર્શિતા બાબુભાઇ શાહ

યાદો


તારી વાતો તારી વાતો તારી વાતો ,
દિલ ને ગમતી તારી વાતો તારી વાતો.

તારી યાદો તારી યાદો તારી યાદો ,
મન માં રમતી તારી યાદો તારી યાદો .

તારી આંખો તારી આંખો તારી આંખો ,
ઉંઘ માં ભમતી તારી આંખો તારી આંખો

૧૭-૪-૨૦૧૧.

નજીક


એ નજીક રહેતા હતાં ત્યારે નજીક ન્હોતાં ,
પ્રેમ ત્યારે પણ હતો જ્યારે નજીક ન્હોતાં .

દૂર નજરો થી ગયા મજબૂરી માની લે ,
ન્હોતી મજબૂરી સખી ત્યારે નજીક ન્હોતાં .

યાદ વિતતા હશે દિવસો તું શું જાણે ,
આંખો થી ઓઝલ ન થ્યાં જ્યારે નજીક ન્હોતાં .

૧૭-૪-૨૦૧૧.

નજર


વિચારો કરીને સમય જાય છે,
ઘણી દૂર સુધી નજર જાય છે.

નયનમાં નયન પુરોવી પ્રેમથી,
નશામાં ડુબોડી સનમ જાય છે.

સમયના ચક્ર્માં તણાઇ ખશી,
જીવન જીવવાનો હરખ જાય છે.